અભિનેત્રી 22* "ઉર્મિ.જો તુ અહીં ઘરમા જ હતી તો મે જેને હમણા રિક્ષામાં બેસીને રવાના થતી જોઈ એ કોણ હતી?"સ્કેવર ગાર્ડનની લિફ્ટમા પ્રવેશતા સુનીલે ઉર્મિલાને પૂછ્યુ. "એ હતી મારી જુડવા બહેન."જવાબમા ઉર્મિલાએ પોતાના મોબાઈલમાં શર્મિલા સાથે લીધેલી સેલ્ફી સુનીલને દેખાડતા કહ્યુ. "આ જો છે ને સેમ ટુ સેમ."આબેહુબ ઉર્મિલા જેવીજ દેખાતી શર્મિલાને જોઈને સુનીલ ચોંકી ગયો.એના માન્યામાં આવતું ન હતુ કે બે અલગ અલગ વ્યક્તિઓમાં આટલુ સામ્ય પણ હોઈ શકે.એને એવી શંકા થઈ કે ઉર્મિલાએ કોઈ એપની મદદથી અથવા અરીસાની સામે ઉભા રહીને આ ડબલરોલ વાળો ફોટો