અભિનેત્રી 19* "પપ્પા.મમ્મી મારે તમને બન્નેને એક વાત કરવી છે."પૂનાથી અંધેરી સાકીનાકા પોતાના ઘરે આવેલી ઉર્મિલાએ ડરતા ડરતા મમ્મી પપ્પાને ઉદ્દેશીને કહ્યુ. ઉર્મિલાના સ્વરમા રહેલા ડરને એની મમ્મી બરાબર પારખી ગઈ હતી.એના પેટમા ફાળ પડી કે મારી વહાલસોયી દિકરીને શુ પ્રોબ્લેમ થયો હશે?એણે ફફડતા હૈયે ઉર્મિલાના ખભે હાથ મૂક્યો અને પૂછ્યુ."શુ વાત છે ઉર્મિ?તુ આટલી ગભરાયેલી કેમ છો?" જવાબમા ઉર્મિલાએ ગરદન ઝુકાવી દીધી."બોલ બેટા શુ વાત છે?"આ વખતે એના પપ્પાએ ઉચક જીવે પૂછ્યુ.પહેલા તો એક ઉંડો શ્વાસ પોતાની છાતીમાં ભરીને ઉર્મિલાએ પોતાને સ્વસ્થ કરી.આંખોને બંધ કરીને હ્રદયમા હિંમત એકઠી