અભિનેત્રી 14* "બોલ ઉર્મિ.શુ પોગ્રામ છે આજનો?"સુનીલે પૂછ્યુ.જવાબમા ઉર્મિલાએ સુનીલની ગરદનમા બન્ને હાથોનો ગાળીયો નાખ્યો અને આંખોંમા આંખો પરોવતા બોલી."હુ તો તારી નાવડી છુ મારા રાજ્જા.અને તુ છો મારો ખેવૈયા.તારી જ્યાં મરજી હોય ત્યા લઈજા.""તો આપણે એક કામ કરીએ.ત્રણથી છમા પિકચર જોવા જઈએ." પિક્ચરનું નામ સાંભળતા જ ઉર્મિલા ઝૂમી ઉઠી.બહુ શોખ હતો એને સિનેમા જોવાનો.લગ્ન પહેલા તો એ દર શુક્રવારે નવુ સિનેમા રિલીઝ થતા જ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માં ઉપડી જતી.મૂવી ગમે તેની હોય અને ગમે તેવી હોય.મૂવી જોવી એટલે જોવી જ. પણ લગ્ન પછી બધુ બદલાઈ ગયુ.એવુ ન હતુ