તલાશ 3 - ભાગ 31

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  લગભગ 25 દિવસ પછી મહાવીરરાવની હવેલીમાં ફરી રડારોળ ચાલુ થઈ ગઈ. આમ તો ખેપીયાએ ગઈ સાંજે જ ખબર પહોંચાડ્યા હતા. પણ ઘરના વડીલ એવા મહિપાલરાવના પત્નીએ આ અંગે કોઈને ઝાઝું કહ્યું ન હતું. પણ એમનો અત્યંત ઉદાસ ચહેરો જોઈને ચાલાક લખુડી સમજી ગઈ કે કામ ફતેહ થયું છે. પણ જયારે પરોઢિયા પછી શિકારે ગયેલા પુરુષોનો પાછો આવવાનો સમય થયો ત્યારે મહિપાલ રાવની પત્નીથી રહેવાયું નહીં અને પોતાની ટાપટીપ કરી રહેલી લખુને મોટેથી બમ મારી ને કહ્યું."એ લખુડી. હવે મૂક એ બધું?" "કેમ મોટી માં? શું થયું? અને હું ક્યાં