અસ્લમ અને શબ્બીર ગાડીમાં બેઠા હતા અને નિયત સમયે પાછળ નો દરવાજો ખુલ્યો અને એક વ્યક્તિ ગાડી માં આવી ને બેઠી જેવી પેલી વ્યક્તિ ગાડી માં બેઠી એવી તરત જ શબ્બીરે ગાડી ચાલુ કરી .... " રોડ નંબર ૭૩ " પાછળ બેઠેલી વ્યક્તિ એટલું જ બોલી અને શબ્બીર સમજી ગયો કે ક્યાં જવા નો આદેશ આપવા માં આવ્યો છે .. શબ્બીર લગભગ અડધા કલાક સુધી હાઈવે પર ગાડી ચલાવતો રહ્યો ... પછી ડાબી બાજુ એક અવાવરું મકાન આવ્યું શબ્બીરે જોયું તો રાતના ૩ વાગ્યા હતા .. શબ્બીરે ગાડી બાજુ માં પાર્ક કરી ત્રણેવ જણ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર