જાદુ - ભાગ 13

  • 208
  • 62

જાદુ ભાગ ૧૩ છેલ્લોમલ્હાર ના ગયા પછી બાળકો નુ જીવન આશ્રમમાં રૂટીન પ્રમાણે ચાલવા લાગ્યુ . જે છોકરાઓને મલ્હારની વાત  પર વિશ્વાસ હતો તેમણે હોમવર્ક બરાબર કર્યું .મીન્ટુ નો વિશ્વાસ તો અતૂટ હતો . એ તો રોજ સવાર સાંજ લડ્ડુ ગોપાલને પ્રાર્થના કરતો અને એને જેવું આવડે એવું ધ્યાન પણ કરતો . હંમેશા ખુશ રહેતો ને બધા મિત્રો સાથે પોતાની મમ્મી વિશે વાતો કર્યા કરતો .બુધવારે એક કપલ આશ્રમમાં આવ્યુ . રવિવારે જન્માષ્ટમી આવી રહી હતી તો તેઓ આશ્રમમાં બાળકો માટે ગિફ્ટ આપવા આવ્યા હતા . ડ્રોઈંગ બુક , કલર , પેન્સિલ , ચોકલેટો અને રમકડાથી ભરેલા બોક્સ એ આશ્રમમાં