બિલેશ્વર મહાદેવની યાત્રામારી મોટી બહેન સુરેખાના ખોળા ભરતનો પ્રસંગ હોવાથી અમારા ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા. આખું ઘર આનંદ અને ઉત્સાહથી ભરાયેલું હતું. અમે બધા નાના હતા, એટલે કાકા અને ફઈના છોકરા-છોકરીઓ સાથે રમતા અને મજા કરતા. બધા મળીને હસતા-રમતા, અને પ્રસંગ ખૂબ જ આનંદમય માહોલમાં પાર પડ્યો. ખોળા ભરત પછી, અમે બહેનને ઘરે પરત લાવ્યા.બહારગામથી આવેલા મારા ફઈની છોકરીઓ, માસી અને કાકાના છોકરાઓ અમારાં ઘરે રોકાણ માટે આવ્યા હતા. બે-ચાર દિવસમાં તેઓ પણ પાછા જવાના હતા. તે પહેલાં બાપુજીએ નક્કી કર્યું કે બધાએ મળીને બિલેશ્વર મહાદેવ મંદિરે જઈ ભગવાનના દર્શન કરી આવવું જોઈએ.એક ભવ્ય યોજના બની! બધા ઘરમાં ઉત્સાહિત