ભૂલ છે કે નહીં ? - ભાગ 16

  • 236
  • 82

મેં જોયું કે એમના મિત્રો હું હતી ત્યાંથી બીજી તરફ જઈ રહ્યા છે. મને થયું હાશ મારે એમનો સામનો નહીં કરવો પડે. પણ બીજી જ મિનિટે મેં જોયું કે બધા તો ગયા પણ એ મારી તરફ આવતા હતા. મને સમજાયું જ નહીં કે હું શું કરું ? એમની તરફ જાઉં કે બીજી બાજુ જાઉં એવી અવઢવમાં હું તો જ્યાં હતી ત્યાં જ ઊભી રહી ગઈ. મારાથી એક ડગલું પણ આમ તેમ જઇ શકાયું નહીં. ફળિયામાં બરોબર વચ્ચે. એકવાર તો વિચાર આવ્યો કે ના બધા મિત્રો ગયા એટલે તે પણ મારા સુધી ન આવે પણ  એ આવ્યા, મારી નજીક,  મારા હાથમાં આરતી