અભિનેત્રી 11* બરાબર દોઢ વાગે પોતાના રોજના ટાઈમે બ્રિજેશ ડ્યુટી ઉપર પોંહચી ગયો.પણ ગઈ કાલના ઉજાગરાને કારણે તેની આંખોં લાલ ઘુમ થઈ ગઈ હતી.ઉંઘ પુરી ન થવાના લીધે નૈનોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી. જયસૂર્યા બ્રિજેશની શકલ જોઈને જ સમજી ગયો કે આજે સાહેબને ઉજાગરો થયો લાગે છે એણે પૂછી જ લીધુ "શુ વાત છે સર?રાત્રે ઉંઘ થઈ નથી લાગતી?""હા જયસૂર્યા ભાઈ.તમારુ અનુમાન સાચુ છે.""તો તમારા માટે તમારી સ્પેશ્યલ કૉફી લઈ આવુ?" "તમે તો અંતરયામી છો.યાર મારા મનની વાત જાણી લીધી તમેતો." "પાંચ મિનિટમા આવ્યો."કહીને જયસૂર્યા કૉફી લેવા રવાના થયો.અને બ્રિજેશ ગઈ રાતે થયેલા સુંવાળા ઉજાગરાને વાગોળવા લાગ્યો