અભિનેત્રી 10* ડોર બેલ વાગતા જ ઉર્મિલા હાફળી ફાફળી થઈને દરવાજા તરફ દોડી.એને ગળા સૂધી ખાતરી હતી કે આ મારો સુનીલ જ હશે? પહેલા તો એણે રડી રડી ને લાલ ઘુમ થઈ ગયેલી આંખોને પોતાની હથેળી થી લુછી. બેબાકળા ચેહેરે અને ધ્રુજતા હાથે ઉર્મિલાએ દરવાજો ખોલ્યો.દરવાજો ખોલીને એ સીધી સુનીલને વળગી જવા ઈચ્છતી હતી. "સુની...." કહીને એણે સુનીલને ભેટવા પોતાના બન્ને હાથ ફેલાવ્યા.પણ સામે પોતાના મુહ બોલ્યા ભાઈ બહેરામ અને ભાભી મહેરને જોઈને એ ભોંઠી પડી. "બહેરામ ભાઈ.ભાભી.તમે?""હા ઉર્મી બહેન.સુનીલનુ કામ હતુ.ક્યા છે એ? હુ ક્યારનો એને ટ્રાય કરુ છુ પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે."બહેરામની વાત