નિતુ : ૮૯(વિદ્યા) વિદ્યા પોતાના હોસ્ટેલ પરત ફરી અને રોનીની કરેલી વાત પર મનોમંથન કરી રહી હતી. નિકુંજે એની કુશળતા પૂછવા કોલ કર્યો. રિંગ વાગી એટલે તેની તંદ્રા તૂટી અને સામે રહેલ ફોનમાં નિકુંજનું નામ વાંચી કોલ રિસીવ કર્યો. વાત ઘણી લાંબી ચાલી. નિકુંજે આડાઅવળી વાત કરી રોની અંગે પૂછવાનો પ્રયત્ન જરૂર કર્યો, પરંતુ વિદ્યાએ નિકુંજને તેના વિશે કશું ના કહ્યું. કહ્યું તો એટલું, "હું બિઝનેસ શરુ કરવા અંગે વિચારી રહી છું."પોતાના સપના તરફ ચાલતી વિદ્યાના આ શબ્દો સાંભળી તેના ચેહરા પર સ્મિત રેલાયું. "અરે વાહ! આ તો સારી વાત છે.""હમ.""પણ પહેલા તું તારી સ્ટડી તો કમ્પ્લીટ કર.""એ તો થઈ જશે.