કુંભમેળાનો અનુભવ

  • 1

કુંભ મેળાની મુલાકાતહું  પોતે કુંભ મેળામાં જઈ શક્યો નથી પણ આ અનુભવ મારા ભાઈ તુષાર અંજારિયાનો અહીં વર્ણવું છું. લગભગ એના જ શબ્દોમાં.“અમે 13 તારીખની ફલાઇટમાં અમદાવાદ થી પ્રયાગરાજ ગયા. આમ તો અનેક રસ્તાઓ હતા પણ એસ.ટી. ની ડાયરેક્ટ વોલ્વોમાં બુકિંગ ન મળે, ટ્રેનો ફુલ. સીધી  હોટેલ બુક કરવા જઈએ તો હોટેલો પણ બેફામ ભાડાં ક્વોટ કરે.મેં મેક માય ટ્રિપ દ્વારા  ફ્લાઇટ ઉપરાંત ત્યાં ટેન્ટ  સિટીમાં પણ બુકિંગ અને ત્યાંથી મારી રીતે અયોધ્યા જઈ ત્યાંથી અમદાવાદ રિટર્ન ફ્લાઈટ બુક કરેલી. 15 દિવસ અગાઉ એક વખતનું 40,000 ભાડું હતું જે આખરે એક તરફી 20,000 પ્રયાગરાજ જવા અને લગભગ એટલું જ અયોધ્યાથી