અભિનેત્રી ૬* બ્રિજેશે ડ્રગની થેલી હાથમા લીધી અને પોલિસ વેનમા આવીને એ પાછલી સીટ પર બેસેલી શર્મિલાની બાજુમા આવીને બેઠો.અને એ થેલી શર્મિલાને દેખાડતા પૂછ્યુ. "આ શુ છે શર્મિલાજી?"શર્મિલા મુદ્દામાલ સાથે રંગે હાથે પકડાઈ ચુકી હતી. પોતાનાથી હવે કોઈ જ બહાનુ કે બચાવ થઈ શકે એમ નથી એવુ એ સમજી ચૂકી હતી.આથી જવાબ આપવાના બદલે શર્મિલાએ પોતાની નજર શરમથી નીચે ઝુકાવી દીધી."તમે માનો યા ના માનો.મેડમ.પણ હુ તમને કેટલો પસંદ કરતો હતો.હુ તો તમને મારો આદર્શ ગણતો હતો."બ્રિજેશ નિરાશા ભર્યા આવજે બોલ્યો. "I am sorry.ઑફિસર.મારાથી ખરેખર બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ."ધીમો નંખાય ગયેલો સ્વર શર્મિલાના ગળા માથી નીકળ્યો."પરંતુ.પ્લીઝ.હુ મારુ વ્યસન સુધારવાનો