અભિનેત્રી - ભાગ 5

  • 472
  • 236

અભિનેત્રી ૫*     બહેરામ અને ઉર્મિલા વચ્ચે ભાઈ બહેનના પવિત્ર સંબધની શરુઆત આ રીતે થઈ હતી......     બહેરામ એક વકીલ હતો.અને એ ડ્રીસ્ટિક કોર્ટ અંધેરીમા પ્રેક્ટીસ કરતો હતો.એ પારસી પંચાયત રોડ પર રહેતો હતો.એની ઑફિસ મરોલ માર્કેટ પાસે હતી.એને આજ મોડુ થઈ ગયુ હતુ પોતાની ઓફિસે પોહચતા.       એક ક્લાઈન્ટ એને મળવા આવવાનો હતો.બહેરામે એને સવારના સાડા દસ નો ટાઈમ આપ્યો હતો.પણ ઘરેથી નીકળતા જ એને દસ ને વીસ થઈ ગઈ હતી.અને એની ઑફિસ એના ઘરથી બાય રોડ અડધી કલાકના અંતરે હતી.એ પોતાની સ્કૂટી ઉપર માર માર કરતો ઝડપથી જઈ રહ્યો હતો.    આજ સુધી એવુ ક્યારેય બન્યુ ન હતુ