અભિનેત્રી ૪* બ્રિજેશ અને જયસૂર્યાએ જૂહુ સર્કલથી લેફટમા વર્સોવા તરફ જતા માર્ગમાં પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો.અને ઉચક જીવે શર્મિલાના આવવાની રાહ જોતા એ બન્ને ત્યા ઉભા રહ્યા. ત્યારે રાતના પોણા બાર વાગવા આવ્યા હતા. બીજી વીસેક મિનિટ પસાર થઈ.પણ આ વીસેક મિનિટ પણ વીસ કલાક જેવી લાગી બ્રિજેશને. અને આ દરમ્યાન એના મસ્તકમાં એકજ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે જે ઇન્ફોર્મેશન એને મળી છે એ ઈશ્વર કરે કે ખોટી હોય.પોતાની મનપસંદ એક્ટ્રેસ ઉપર કોઈ લાંછન લાગે એવુ બ્રિજેશ ઈચ્છતો ન હતો.અને ત્યા શર્મિલાની ગાડી આવતી દેખાઈ. સહુથી પહેલા જયસૂર્યાની નજર પડી શર્મિલાની xylo ઉપર.એણે તરત બ્રિજેશને ચેતવ્યો."સર.આગલી બે રિક્ષાની બરાબર પાછળ