અભિનેત્રી - ભાગ 3

  • 232
  • 86

અભિનેત્રી ૩*      ઇન્સ્પેક્ટર બ્રિજેશે અજનબીને એમની ઓળખ આપવા માટે વધુ ફોર્સ કરવાનુ છોડી દીધુ અને કહ્યુ. "ઠીક ભાઈ.હવે કહો કઈ ઇન્ફોર્મેશન છે તમારી પાસે જણાવો" "મશહુર ફિલ્મ એક્ટ્રેસ મિસ શર્મિલા....."એ અજનબીના મુખેથી પોતાની ફેવરીટ..અને પોતાની ચહિતી એક્ટ્રેસનુ નામ સાંભળતા જ બ્રિજેશ ચોંક્યો અને અધવચ્ચે જ એની વાત કાપતા ચિંતાતુર સ્વરે એ બોલી પડ્યો. ". .....શુ.શુ થયુ શર્મિલાને?" "શર્મિલાને કંઈ થયુ નથી." "તો.તો ફોન શા માટે કર્યો તમે?."બ્રિજેશ ગુસ્સામા તાડુક્યો.હવે પેલો અજનબી પણ અકળાયો હતો. "સાહેબ.મને પહેલા પુરુ બોલવા તો દો.""હા તો ઝટ બોલોને મારે પણ ઘરે જવાનુ મોડુ થાય છે." "એક્ટ્રેસ શર્મિલા પંદર મિનિટ પહેલા હોટેલ બ્લૂમ બૂટિક માથી નીકળી છે….."આટલુ સાંભળતા જ ફરી બ્રિજેશ