અભિનેત્રી - ભાગ 2

  • 184
  • 66

અભિનેત્રી ૨*          ઉર્મિલા એ સવારમા ઉઠતા વેંત આખા ઘરને જાણે માથે લીધુ. "સુનીલ.પ્લીઝ ઉઠ ઉભો થા યાર.દસ વાગવા આવ્યા.મારે બહેરામ ભાઈને રાખડી બાંધવા જવુ છે." "તો તુ જાને મને નિરાંતે સુવા દે.ડિસ્ટર્બ ના કર મને."સુનીલે ચાદર માથા સુધી ખેંચતા કહ્યુ. "શુ ડિસ્ટર્બ ન કર?થોડી વારમાં મોટા બહેન નહી આવે તને રાખડી બાંધવા?ચલ ઉભો થા હવે."ઉર્મિલા સુનીલને તતડાવતા બોલી.આ વખતે સુનીલને ના છૂટકે ઉર્મિલાના હુકમને તાબે થવુ પડ્યુ.એણે પોતાનાં શરીર પર થી ચાદર હટાવીને દુર ફગાવતા કહ્યુ. "ઊર્મિ.હુ શુ કવ છુ....?"સુનીલ કાંઈક અગત્ય lની વાત કહેવા માંગતો હશે એમ ધારીને ઉર્મિલા કમર પર હાથ મૂકીને પલંગ પાસે આવીને ઉભી રહી.કે તરત સુનીલે પોતાનો હાથ લંબાવ્યો અને