અભિનેત્રી 1 (પ્રિય વાંચકો. તમારા માટે આ વખતે એક સસ્પેન્સ થ્રીલર *અભિનેત્રી* નામની વાર્તા લઈને આવ્યો છુ.જે ચોક્કસ તમને ગમશે. વાંચીને તમારો અભિપ્રાય જરૂર આપજો.) *અભિનેત્રી ૧* ઇન્સ્પેક્ટર બ્રિજેશ.ઉંચો.દેખાવડો.સ્ફૂર્તિલો.અને તંદુરસ્ત ઑફિસર હતો.ત્રીસ વર્ષનો થયો હતો પણ છતા હજુ સુધી અનમેરીડ હતો. ચેહરા ઉપર આછી પાતળી દાઢી.અને વાંકડી મૂછોના કારણે એ અત્યંત આકર્ષક લાગતો હતો.પણ હજુ સુધી લગ્ન ન કરવાનુ એનુ એકજ કારણ હતુ કે એ સાધારણ પરિવાર માથી આવતો હતો.પણ અત્યંત મહત્વકાંક્ષી હતો. અને એણે એકજ લક્ષ રાખ્યુ હતુ કે જીવનમા પહેલા કંઇક નામ અને દામ કમાવવા પછી જ ઠરીને ઠામ થવુ. એમ ન હતુ કે એને કોઈ લગ્ન માટે માગા આવતા ન હતા.પણ એણે