હતાશા પચાસથી વધુ ઉંમર ધરાવતો એક વ્યક્તિ જે ડિપ્રેશનથી પીડિત હતો, પોતાની પત્ની સાથે મનોચિકિત્સક ( સાઇક્યાટ્રિસ્ટના) પાસે ગયો. પત્ની એ કહ્યું, "મારા પતિ બહુ નિરાશ અને હતાશ છે. તેમના હતાશા ને કારણે ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. વાત વાત માં ચીડ ચીડ કરવી. વગર કારણે ગુસ્સો કરવો.” મનોચિકિત્સકે તેનું પરીક્ષણ કર્યું અને બધું સામાન્ય જોવા મળ્યું. પછી તેણે વાતચીત શરૂ કરી અને થોડા ખાનગી પ્રશ્નો પૂછ્યા, ત્યારબાદ પત્નીને બહાર બેસવા માટે કહ્યું. પીડિત વ્યક્તિ બોલ્યો, "હું બહુ પરેશાન છું... ચિંતાના ભાર હેઠળ દબાયો છું... નોકરીનો તણાવ, બાળકોની અભ્યાસ અને તેમને નોકરી મળશે કે કેમ એનો ડર... ઘરના કરજ, ગાડીની