" હા અભી વર્ક ફ્રોમ હોમમાં ચાલ રહા હૈ ઇસીલિયે બહાર બહોત કમ નીકળતા હું " અતુલ કુલકર્ણી એ કહ્યું અનિકેતે પણ વાળા પાસેથી ૨૦૦ ની નોટ લીધી અને બાઈક તરફ આવ્યો અનિકેતે ચાવી જેવી બાઈક ના કી હોલ માં નાખી એવોજ એ ચોંક્યો ..કારણ કે પણ વાળો એક વિસ્ફોટક વાક્ય બોલ્યો " ક્યાં કુલકર્ણી સબ આપકે વો ભાડુઆત કે મર્ડર હો ગયા થા ઉસકા કુછ હુવા કી નહિ " પાનવાળો બોલ્યો અને અનિકેત ના કાન સજાગ થયા ..બંને માંથી કોઈ આગળ સુ બોલે છે એ સાંભળવા ત્યાં ઉભા રહેવું જરૂરી હતું એટલે અનિકેતે બીજી સિગારેટ સળગાવી ...આગળ ની વાત