મુસાફિર હો યારો

  • 298
  • 100

મુસાફિર હું યારો .....       પ્રવાસમાં છીએ "આપણે" કે આપણામાં "પ્રવાસ""છે !!તેની અસમંજસ અને સરળતાને કોમ્પ્લેક્સીટીમાં પરોવતા, જાતે ખુદ જ જીવનની ઉલજનો પોતે નહીં, પોતાની ઉલજનોવાળી વિચારધારાથી જિંદગીને ઉલજી નાખીને, અજંપાના સંગાથી બની રહેલ મનેખ જાત સાથે નીજતા કેળવતા, જીવનમાં "જીવન"ની પ્રાણપ્રતિષ્ઠા કરી શકશે ખરો!! આપણે ઈશ્વરને નથી જોઈ શકતા, નથી સમજી શકતાં ,નથી સાંભળી શકતાં ,છતાં ય અદરખવાળી ચાયની જેમ જીવનરૂપી ચ્હામાં અદરખરૂપી ઈશ્વરને આસ્વાદી ચોક્કસ શકીએ !!             અંતરમનના સહવાસની અનુભૂતિથી અંતઃસ્ફૂરણાની આછેરી અમીછાંટણારૂપી હુંફથી, ઘણું બધું રડી લીધા પછી અનુભવાતી હળવાશ અને શાંતામાં, આથમી રહેલ પીડાની રાખમાં, શૂન્ય થઈ ગયેલ પ્રશ્નો પછી જાત જોડેના