મેરે હસબન્ડ કી બીવી- રાકેશ ઠક્કર ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ માટે એક પર એક ટિકિટ ફ્રી હોવા છતાં ઘણા થિયેટરોમાં માત્ર એક દર્શક હોય એવા વિડીયો વાઇરલ થયા છે એનું કારણ એની સામાન્ય સ્ટારકાસ્ટ પણ છે. જે અભિનેતા (અર્જુન કપૂર) આજ સુધી કોઈ ભૂમિકામાં ફિટ રહ્યો નથી. એના માટે હંમેશા ખોટી ભૂમિકામાં ખોટા અભિનેતાને લઈ લીધો હોય એવું લાગ્યું છે. સાથે એક એવી હીરોઈન (રકુલપ્રીત સિંહ) જેના નામ પર ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ છે. અને બીજી હીરોઈન (ભૂમિ પેડનેકર) જેની કારકિર્દી ઊંધી દિશામાં જઈ રહી છે. જે એને પસંદ કરતા હતા એ પણ ભૂલી રહ્યા છે. હવે વાત નિર્દેશક (મુદસ્સર અઝીઝ) ની કરીએ. તે