યાચક કોણ?

  • 198
  • 52

ઈસુની સદીની શરૂઆતના પાંચસો વર્ષો પૂર્વે, પ્રભાસની પાવન ભૂમિ પર સુર્યને પણ પડકાર કરતો હોય એવો તેજસ્વી ચહેરો ધરાવતા છતાં સૌમ્ય સ્વભાવના એવા એક ઋષિ એક ગામથી બીજે ગામ વિચરણ કરતા હતા. તેજસ્વી શરીર પર અંગ ઢંકાય એટલા નામ માત્રાના વસ્ત્રો રહેતા હતા અને વસ્ત્રની ખેસ ને એક છેડે બાંધેલા એક ખરલ અને દસ્તો રહેતા. ઋષિના હાથમાં એક ઝોળી રહેતી જેમાં તેઓ માર્ગમાં આવતા ખાલી પડેલા ખેતરો, કે જેમની તમામ ઉપજ ખેડૂતો ઘરે લઈ ગયા હોય અને માત્ર થોડા દાણા પડ્યા હોય, તે દાણાઓ વીણીને ભરતાં અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા. ઋષિ ભિક્ષા ન માંગતા અને આમ વીણેલા દાણા