પૂનરાવર્તન…

  પૂનરાવર્તન…   ~~~~~~~~~~~   આખા ઘરમાં આંટા મારતી રેણુ ક્યારની મનમાં ને મનમાં વિચારી રહી હતી  "પરીક્ષા તો ત્રણ વાગે જ પતી જવાની હતી,.. ક્યાં હશે બિરવા ?"  ઘડિયાળમાં જોયું તો સાડા સાત,..    રેણુ બિરવાની કેટલીયે સહેલીઓને ફોન લગાવી ચુકી હતી,.. અને યુક્તિથી બધાને પૂછી રહી હતી કે બિરવા ક્યાં હતી ? પણ દરેક જગ્યાએથી એને નિરાશા જ મળતી હતી,..    બીજી બાજુ પોતાના પતિ સુનિલનો ભય પણ રેણુને એટલો જ હતો,..  સાંજે સાત પછી બિરવા તો શું રેણુ પણ ઘરની બહાર રહે એ સુનીલને પસંદ નહોતું,..    રેણુએ યાદ કર્યું,..    પરીક્ષા માટે જતી વખતે જ એણે બિરવાને છેલ્લે જોઈ હતી  કેટલી ઉતાવળમાં હતી એ,.. નાશ્તો પણ સરખો કર્યો નહોતો  આખું દ્રશ્ય જાણે એને અત્યારે