21. પ્રસવ પીડાવિખ્યાત ચિત્રકાર જય રાઠોડ પોતાની કોઈ સજીવ લાગતી કૃતિ માટે મહાબળેશ્વરની પહાડીઓમાં પોતાનાં પૈતૃક મકાનમાં જઈ બેઠા હતા. જાણે કે સમુદ્ર આકાશ પર ચડી જઇ પોતાનાં શ્વેત મોજાંઓ થકી એ પહાડો પર મોતી વિખેરે છે એવી કલ્પના કરી. ફરીફરી ચિત્ર દોર્યું પણ જામ્યું નહીં. પ્રકૃતિ વચ્ચે કામ કરતાં શ્રમિક સ્ત્રીપુરુષોનાં ચિત્રો દોર્યાં. ભરાવદાર બાવડાં વાળા પુરુષો અને અર્ધ ઢાંકેલા ઘાટીલા દેહ વાળી નારીઓ. હજુ સજીવતા ગાયબ હતી. ચિત્ર રંગો, આકારો અને પશ્ચાદ ભૂમિ સાથે સંપૂર્ણ અને સુંદર બનવું જોઈએ. દ્રશ્ય જોનારના માનસ પટલ પર કાયમી લકીર ખેંચી જાય તેવું સજીવ પણ હોવું જોઈએ. આ દોરેલાં ચિત્રો સુંદર હતાં