શ્યામ રંગ....લગ્ન...ભંગ....16

  • 224
  • 68

વાંચક મિત્રો જીવનમાં એક મિત્ર એવો રાખવો જોઈએ, જેની સાથે મન ભરીને હસી શકાય, મન ભરીને રડી શકાય. જીવનના તડકા છાયા આવે ત્યારે એ ચાર આંખમાં પાણી હોય આવી મિત્રતાની કલ્પના માત્ર કેવો રોમાંચ ઉત્પન્ન કરે.વાંચતા કે સાંભળતા જ એમ થાય કે આવા મિત્રો જો ક્યાંયથી જીવનમાં આવે તો તેને સોનાની જેમ સાચવી લેવા જોઈએ.             પરંતુ આપણા અનંત અને આરાધના આવી મિત્રતાને જીવતા હતા.બન્નેએ મિત્રતાની પવિત્રતાને બાખૂબી સાચવી હતી. આજ જ્યારે અનંત અને આરાધના બન્ને મિત્રો ઢળતા સોનેરી સૂરજ સાથે એક મિત્રમય સાંજે એકસાથે રિવરફ્રન્ટની એ પાળીએ બેસી પોતાની જૂની યાદોને યાદ કરી રહ્યા છે