સુરાપુરા ધામ: શ્રદ્ધા અને શૌર્ય

સુરાપુરા ધામ એ ભાલ પ્રદેશના ભોળાડ ગામમાં આવેલું એક પવિત્ર ધામ છે. આ ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ શૌર્ય અને બલિદાનનું પ્રતિક છે, જ્યાં વીર રાજાજી અને વીર તેજાજીના બલિદાનની કહાની કોતરાઈ છે. 900 વર્ષ જૂના આ ધામના પાળિયાઓ આજે પણ ભક્તો માટે પ્રેરણાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.900 વર્ષ અગાઉની વાત છે. ભોળાડ ગામે એક દુષ્ટ તાકાતે આક્રમણ કર્યું હતું. ચારણોની દીકરીઓનું વેલડું લૂંટવાની અને તેમની આબરૂ લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી. ગામલોકો ભયમાં જીવી રહ્યા હતા, પરંતુ ત્યારે વીર રાજાજી અને વીર તેજાજી, ચૌહાણ કુળના રાજપૂત શૂરવીરો, ન્યાય અને ધર્મની રક્ષા કરવા માટે ઉભા થયા.વીર રાજાજી, જેમના