ભૂલ છે કે નહીં ? - ભાગ 15

  • 272
  • 86

મારા મનમાં સતત એ વિચાર હતો કે મામાને ત્યાં જાઉં, એમને ગરબા રમતા જોઉં ને હું મારા નિર્ણય પર અડગ ન રહી શકી તો ? પણ ઘરના બધા જ જવા માટે તૈયાર હતા એટલે મારે પણ જવું જ પડ્યું. દર વખતની જેમ મામાને ત્યાં જઈને સાંજની માટલી નો શણગાર કર્યો, આંગણામાં રંગોળી પૂરી અને ગરબા શરૂ થવાની રાહ જોવા લાગી. આ વખતે મેં ચણિયા ચોળી પણ ની પહેર્યા. સાદો ડ્રેસ જ પહેર્યો હતો. મામાએ ઘણા કાલાવાલા કર્યા કે આરતી કરવાની છે, માટલી વળાવવા જવાનું છે, ચણિયા ચોળી પહેરીને તૈયાર તો થા. પણ મેં ના પાડી કે ના હું ખૂબ થાકી