ભૂલ છે કે નહીં ? - ભાગ 14

આખરે પપ્પાએ નક્કી કર્યું કે એ બેનને બોલાવી લેશે. એટલે મેં એકવાર પપ્પાને કહ્યું કે મારે બેન ને મળવું છે અને પપ્પા મને લઈ ગયા હતા એને મળવા માટે. મેં જોયું બેન ખુશ હતી. જેની સાથે એણે લગ્ન કર્યા તે છોકરો જેને હવે મારે જીજાજી કહેવાનું હતું એ પણ હતો. એ બંનેને સાથે ખુશ જોઈને મને ખુશી થઇ. પણ એમની ખુશીએ મારા પપ્પાને કેટલું દુઃખ આપ્યું એ હું ભૂલી શકતી ન હતી. હું ઘરે આવી, પણ મારા મગજમાં એક જ વાત ચાલતી હતી કે આવી ખુશીને શું કરવું કે જેમાં પપ્પાને આટલું બધું દુઃખ થતું હોય. આ વાત જાણે મને