"મને તેણે મારી નાખવાની ધમકી આપી છે અને તમને પણ મરાવી નાખવાની ધમકી આપી છે... આપણે તેનાથી ડરીને બેસી નથી જવાનું પરંતુ હમણાં આપણે તેને પકડી શકીએ તેમ નથી માટે અત્યારે આપણે ચૂપ જ બેસી રહેવાનું છે અને વખત આવ્યે તેની ઉપર ઘા કરવાનો છે અને બધું બરાબર થઈ જશે ડેડ તમે જરાપણ ચિંતા ન કરશો.. પહેલા હું અને સાંવરી મળીને આ માલ વેચી દઈએ પછીથી આપણે એને શોધવાનો છે.." મિત પૂરા આત્મવિશ્વાસથી બધું જ એક શ્વાસે બોલી ગયો...અને પછીથી ફોન સાઈડમાં મૂકીને સાંવરીએ આપેલું ટિફિન ખોલીને જમવા માટે બેઠો.. જમતાં જમતાં સાંવરીના હાથની સોડમ પોતાના શ્વાસમાં લઇ રહ્યો હતો