નકલ માં અક્કલ

      આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું. કહ્યું કાંઇને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. (સરંગટ - ઘૂંઘટ કાઢેલી, બોક - પાણી ભરવાનું ચામડાનું સાધન) તિલક કરતાં ત્રેપન થયાં, જપનાળાનાં નાકાં ગયાં. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહતો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય અ આવ્યું બ્રહ્મજ્ઞાન. દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વદ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી