જ્યારે ફિલોસોફીની વાત કરવાની હોય ત્યારે હંમેશા લોકો પરિશ્રમનો મહિમા ગાતા હોય છે પણ એ હકીકત છે કે દરેક વ્યક્તિને વગર મહેનતે મોટો દલ્લો મળવાનું સપનું હોય છે અને આ કારણે જ લોટરીનો ધંધો વિશ્વનાં દરેક દેશમાં સૌથી વધારે ધીકતો ધંધો છે અને ધુતારાઓ અને છેતરપિંડી કરનારાઓને પણ અહી સૌથી વધારે બકરા મળવાની શક્યતા જણાતી હોય છે અને એ કારણે જ આ ક્ષેત્રમાં સૌથી વધારે છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે.લાખો લોકોને લોટરી લાગવાનું સપનું હોય છે તેમાંય જો જેકપોટ લાગી જાય તો ભયોભયો એવું લોકો માનતા હોય છે.જો કે લોટરી લાગવાની સરખામણીએ તમારા પર વિજળી પડવાની, રાષ્ટ્રપતિ બનવાની કે ઓલિમ્પિકનો