આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - (અંતિમ ભાગ)

અનાયા અને રિધમ વચ્ચેનો સંબંધ હવે માત્ર મિત્રતા નહીં, પણ પ્રેમમાં બદલાઈ ગયો હતો. પણ અનાયા એ હજી સુધી પોતે એનો સ્વીકાર કર્યો નથી. રિધમ એને હંમેશા એ જ કહેતો કે, "જીવનમાં એક તક પોતાને પણ આપવી જોઈએ, કારણ કે દરેક ચિત્ર માત્ર એક રંગથી પૂર્ણ થતું નથી."એક રાત, અનાયા લેટ નાઈટ પેઇન્ટિંગ કરી રહી હતી. એ ચિત્ર એક દંપતીનું હતું, જે હાથમાં હાથ લઈને સાંજના સમુદ્ર કિનારે ઉભા હતા. એની આંખોમાં એક અલગ જ ચમક હતી. પણ ચહેરા હજી અધૂરા હતા. એ આખી રાત ચિત્ર પૂરું કરવાનો પ્રયત્ન કરતી રહી, પણ કશુંક ખૂટતું હતું.એનું બ્રશ ફરીથી ચાલતું અટકી ગયુ.