મોતીલાલ : પહેલા નેચરલ અભિનેતાદાદા સાહેબ ફાળકે એ હરિશચંદ્ર ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોનાં ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો જે આજે વિશ્વમાં સૌથી વધારે ફિલ્મોનું નિર્માણ કરનાર ઉદ્યોગ બની રહ્યો છે જ્યાં લાખો લોકોને રોજગાર મળે છે અને વિશ્વનાં કરોડો લોકોને મનોરંજન મળે છે.ફિલ્મોમાં કામ કરનારા કલાકારો પોતાની ભૂમિકાઓમાં પોતાના અભિનય વડે પ્રાણ પુરે છે અને ક્યારેક આ અભિનય એટલો તો યાદગાર હોય છે કે વર્ષો સુધી તે કલાકાર લોકોનાં મન મસ્તિષ્કમાં જીવતો રહે છે. આપણાં હિન્દી ફિલ્મોનાં કલાકારોમાં કેટલાક મેથડ એક્ટર છે અને ઘણાં કલાકારો નૈસર્ગિક અભિનય વડે દર્શકોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે.હિન્દી ફિલ્મોમાં જે કેટલાક કલાકારો પોતાની નૈસર્ગિક અભિનય પ્રતિભાને