ભૂલ છે કે નહીં ? - ભાગ 13

મમ્મીએ કહ્યું કે પપ્પાને ઘણા સમય પહેલાથી ખબર હતી કે બેને પેલા છોકરાને મળવાનું બંધ નથી કર્યુ. એટલે એકવાર પપ્પા ફુઆજી પાસે ગયેલા અને એમને બધી વાત કરી હતી અને કહ્યું હતું કે બેન માટે કોઈ સારો છોકરો બતાવે તો બેનના લગન કરાવી દઈએ. તો ફુઆજીએ એમને કહ્યું હતું કે તમે દહેજમાં કેટલા રૂપિયા આપશો એ કહો તો આપણે એના માટે છોકરો શોધીએ. પપ્પાએ કહ્યું કે એમની પાસે દહેજમાં આપવા માટે કોઈ રૂપિયા નથી. અને હવે તો એ બધા રિવાજ નીકળી ગયા છે તો પછી કેમ આપવું પડે ? ફુઆજીએ કહયું કે ના તમારી પાસે દહેજ આપવાની તૈયારી હોય તો