અનંત તેના મિશન પર અડગ હતો.તેને માત્ર અને માત્ર આરાધનાની ખૂશીની ચિંતા હતી.અનંત એ જાણવા માંગતો હતો કે, ખરેખર આરાધના અમન વિશે કેટલુ જાણે છે.તે ધીમે ધીમે આરાધના ને વાતોમાં ઉલજાવીને આ વાત જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે અમનનુ અસલ વ્યક્તિત્વ આરાધના અને તેના કુટુંબ ને ખબર છે કે નહી?આરાધનાનુ કુટુંબ ખૂબ સીધુસાદુ છે, અમન જેવો છોકરો જો આરાધનાનો પતિ બની જશે તો આરાધના અને તેના માતા પિતા અને કુટુંબીજનો હેરાન થઈ જશે.અનંત મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો. આરાધના , થોડા દિવસમાં તારા લગ્ન થઇ એટલે તુ સાસરે જતી રહેશે અને હું વિદેશ જતો રહીશ.આપણે નાનપણથી