બન્ને મિત્રો ધણા દિવસના રીસામણા પછી આજ મળ્યા હતા.વાતોની વચ્ચે બન્ને મિત્રો એકબીજાની ખૂશીની ચિંતા કરી રહ્યા હતા. "આરાધના, ખબર નહીં કેમ પણ આજ એવુ લાગી રહ્યુ છે જાણે હું અને તું આમ અચાનક મોટા થઈ ગયા હોઈએ, સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ન પડી..તારા લગ્ન થવા જઈ રહ્યા છે અને તારો તો સાસરે જવાનો સમય પણ આવી ગયો.અનંતે આરાધનાને કહ્યુ.આરાધના યાદ છે આપણે નાના હતા ત્યારે તે ઢીંગલા અને ઢીંગલીના લગ્ન કરાવ્યા હતા અને જ્યારે તને ખબર પડી કે તારી ઢીંગલી તને છોડીને મારા ઢીંગલા સાથે સાસરે જશે ત્યારે તું તારા મમ્મીના ખોળામાં બેસીને કેટલુ રડી