હાસ્ય મંજન - 34 - તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

  • 254
  • 58

તમે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે..                                     હોળી દિવાળીમાં ફેરવાય, કે કાળી ચૌદશ ઉપર શરદ પૂર્ણીમાની ચઢાઈ થાય, ધંતુરાઓને કોઈ ફરક નહિ પડે. વસંત ઋતુમાં પણ મરશિયા ગાય એવા..! અમુક તો એવા રીઢા કે,  સંસ્કૃતિના ચોપડા ચાવી જાય તો પણ, જ્ઞાનની ફૂટ નહિ ફૂટે..!  બંધ ઓરડામાં ગોંધી, મોરારી બાપુની અત્યાર સુધીની બધી રામ કથા સંભળાવો તો પણ,  રાક્ષસમાંથી સાક્ષર નહિ થાય. દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉજાસનું પર્વ, ઉલ્લાસનું પર્વ, એમને અંધારી આલમ જ ફાવે. દિવાળી હોય, ધન તેરસ હોય કે બેસતું વર્ષ હોય, કારણ વગરનો રૂઆબ છાંટીને બગડેલા ટામેટા જેવો લાલઘુમ થઈને નહિ ફરે ત્યાં સુધી ફીલિંગ નહિ આવે.  ‘હમ નહિ સુધરેંગે..!  દિવાળીમાં દેવું કરીને પણ લોકો ઠનઠનપાલ થાય, ત્યારે આ લોકોને, આગજની