હાસ્ય મંજન - 33 - મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે...

  • 478
  • 152

મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..!                                                                મારી ટાઢ તમારા હાથે હરિ સંભાળજો રે..! (ભજનની માફક આ ગીત   રળીયામણું લાગતું હોય તો, ગોખી રાખજો. શિયાળાની ફૂંટ હવે નીકળવા માંડી છે..! કે પછી અંબાલાલદાદાની આગાહી થાય તો જ ગરમ કપડા કાઢવા છે? (દાદા જ કહેવાય ને યાર..? ઉમરનો સરવાળો તો જુઓ..?  અંબાલાલકુમાર થોડું કહેવાય..? હવામાન દાદા કહીએ તો જરાક પણ ઠીક લાગે..! ) ઉમરના કાંઠે ઉભા રહીને હવામાનની કેવી સચોટ છોડિયાફાડ આગાહી કરે છે..! શું સોલ્લીડ હથોટી છે..? રાતે ઊંઘવાનો પણ  ડર લાગે. રખે ને ઉઠીએ ત્યારે પલંગ સાથે પાણીમાં તરતા થઇ ગયા તો..? ધ્રુજી જવાય યાર..! એમાં જેના હાથમાં માંડ પૈણવાનો અવસર મળ્યો હોય, એનો પણ