હાસ્ય મંજન - 32 - શુભેચ્છા ઉછીનો વ્યવહાર છે

  શુભેચ્છા ઉછીનો વ્યવહાર છે.   ઘરમાં રાબેતા મુજબ બધું ઝળહળતું તો હોય જ, પણ દિવાળી કે ઉઘડતા વર્ષની ખુમારી આવે એટલે રંગીન તોરણીયા-લટકવા માંડે. બે ઘડી એવું જ લાગે કે,   રાવણના ઢોલિયે જેમ ગ્રહો લટકેલા રહેતા, એમ તહેવારની ખુશાલીઓને કરંટ આપીને લટકાવી હોય..! આધિ-વ્યાધી અને ઉપાધિઓ જાણે થાંભલે ચઢીને ઝબુક..ઝબુક થતી હોય..!  દેવાભાઈ દેવાદાર હોય તો પણ દિવાળીમાં ‘નંદ ઘર આનંદ ભયો’ ના માહોલમાં મ્હાલતા હોય..! ઘર ઘર ઉર્જા વધારવાના કારખાના ચાલતાં હોય એમ, તમાચો મારીને પણ સૌના ગાલ લાલ દેખાય. ફટાકડા તો ઠીક, સુરસુરિયામાં પણ રાજીપો લઇ લે..!  એમાં મફતના ભાવે મળતી નવા વર્ષની શુભેચ્છાઓ ચોથે ચોક પૂરવા આવે. ઉર્જાને હોલવાવા