તાંબાની તાવડી તેર વાના માંગે..! કુદરતને મળવું હોય ને, તો હસતા રહેવાનું..! મગજને બદલે હોઠ ખેંચવાના. હાસ્ય એ કુદરતનું સ્વરૂપ છે. ખબર છે ને, હાસ્યના સંવર્ધન અને અને સંવનન માટે, માણસ Joker બનતા પણ અચકાતો નથી. ખિસ્સા ભલે ખાલી હોય, પણ જેના હ્રદયમાં હસવાનો ખજાનો છે, એ નિરાધાર હોતો નથી. કેમ કે હસવું એ પ્રાર્થના છે, ને જે હસાવે છે, એના માટે ભગવાન પ્રાર્થના કરે છે. પેલા JOKER એ ગાયેલું ગીત યાદ આવે છે ને.... કહેતા હૈ જોકર સારા જમાના, આધિ હકીકત આધા ફસાના ચશ્મા ઉતારો ફિર દેખો યારો, દુનિયા નયી હૈ ચહેરા પુરાના