હાસ્ય મંજન - 30 - ખુશબો મૂકી જાય પ્રિયે ખુશબો મૂકી જાય

ખુશ્બો મૂકી જાય પ્રિયે ખુશ્બો મૂકી જાય...!                                               બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા                                                       બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા..!                                    ઉબાડિયુંનાં લખ્ખણ પણ એવા જ હંઅઅઅકે..! પામો તો પરમ આનંદ આપે, પણ લખણ નહિ છોડે..! એવું અલ્લડ ચાવણું કે,  લગન કરીને પિયરનું પાદર નહિ છોડવા માંગતી અડીયલ છોકરીની માફક, વરસોથી વાપીથી તાપીનો પટો બદલ્યો નથી બોલ્લો..!. અમદાવાદનું ભૂસું, રાજકોટની ચટણી, વડોદરાનો ચેવડો, આણંદનાં ગોટા, ભરૂચના ભજીયા, સુરતની ઘારી, સુરતનો પોંક, ને સુરતનો લોચો વિખ્યાત, ને આગળ જાવ તો વલસાડના ચીકુ ને