હાસ્ય મંજન - 29 - જમાઈ થવાની ભરતી ચાલુ છે.

  • 888
  • 1
  • 360

જમાઈ થવાની ભરતી ચાલુ છે..!                                             કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એવું તો બોલતા જ નહિ.! પસ્તાશો..! કાળા તો ઠીક ધોળા માથાનો માનવી પણ, કીડીને ઝાંઝર નહિ બાંધી શકે, હાથીને ખોળામાં નહિ લઇ શકે, મચ્છરને માલીશ નહિ કરી શકે, વાઈફને (પોતાની)  બોલતી નહિ અટકાવી શકે, ને અમારા ખડ્ડૂસ જેવા ચમનીયાને પરણાવી નહિ શકે..! ફેઈલ જાવ બોસ..! પૈણવા માટે ચમનીયાએ  ઘરે-ઘરે જઈને ‘અલખની રંજન’ બોલવાનું બાકી રાખ્યું છે..! એના કપાળમાં કાંડા ફોડું થાય એવું કે, છોકરી પસંદ પડે તો, ચમનીયાને છોકરી REJECT કરે. બંને એકબીજાને પસંદ પડે તો, વેવાઈ વેવણ એકબીજાનું ‘મેચિંગ’ જુએ..! એમાં ને એમાં ચમનીયો ૫૪ વરસે પણ લગનથી ‘ઉખ્ખડ’ છે બોલ્લો..! આજ સુધીમાં, ૧૫ થી ૨૫ મેરેજ