રાધા અમદાવાદના બસ સ્ટેન્ડ માં ગોંડલ તરફ જવાની બસની રાહ જોઈને બેઠી હતી, તેને બેઠા બેઠા વિભા ની દીકરી આશા ની યાદ આવી જેની સાથે થોડી વખત પહેલા જ તેની મુલાકાત થઈ હતી. રાધા થોડીવાર વધારે તેની સાથે રમવા માંગતી હતી પરંતુ તેને ત્યારે ઘરે જવું પણ જરૂરી હતું. આશા નો ચહેરો યાદ આવતા તેની સામે તુલસીના દીકરાનો ચહેરો ઘૂમવા લાગ્યો. તેની યાદ આવ્યું કે જ્યારે તુલસી નો દીકરો સવા મહિના નો થયો હતો ત્યારે તેનું મુંડન કરવામાં આવ્યું હતું. તે જ સમયે તેનું નામ પણ રાખવામાં આવવાનું હતું પરંતુ મયંક ના ઘરેથી કોઈ પણ આવ્યું ન હતું. બધા પોતપોતાના ખુશીમાં હતા