ભૂલ છે કે નહીં ? - ભાગ 12

  • 334
  • 76

બેનને પપ્પાએ જ્યાં નોકરીએ લગાડી હતી એ ત્યાં પણ જતી ન હતી. કાકા, ભાઈ બધા જેટલી જગ્યા ખબર હતી એ બધી જગ્યા પર તપાસ કરીને થાકી ગયા. કશેથી પણ એના કોઈ સમાચાર મળતા ન હતા. આ બાજુ મારી પરીક્ષા નજીક આવી રહી હતી. પપ્પાને પણ સારું ન હતું. આરામ કરવા છતાં એમનું પ્રેશર કંટ્રોલમાં આવતું ન હતું. લગભગ દસેક દિવસ પછી કોઈકે કાકાને બેન ક્યાં છે એની માહિતી આપી. પણ કાકાએ પપ્પાને કહી દીધું કે એને ઘરે બોલાવવાની જરૂર નથી. આગળ જતાં એ તમને ખૂબ હેરાન કરશે. એની સાથે અત્યારથી જ સંબંધ પૂરો કરી દો. આ સાંભળીને હું અને મમ્મી