જાદુ - ભાગ 10

જાદુ ભાગ ૧૦ રાતના લગભગ 9:00 વાગ્યા હતા . આશ્રમની બહાર એક નાનું ગાર્ડન છે . એમાં બરાબર વચ્ચે એક ઊંચું લેમ્પ પોસ્ટ છે . નીચે સર્કલમાં બેસવાની પાળી છે . એ પાળી પર નીલમ અને મલ્હાર વાતો કરી રહ્યા છે . " શું વિચારી રહ્યો છે ? "નીલમે વાત શરૂ કરી . " યાર કાલે છોકરાઓને શું કહીશ ? એમને કેવી રીતે સમજાવું ! કે એમને આ વાત આસાનીથી સમજ આવે "" એક્ઝેટલી તારે શું સમજાવું છે ? " " આજ બધી વાતો ! લો ઓફ થીંકીંગ ,લો ઓફ બીલીવિંગ ,લો ઓફ એટ્રેક્શન , લો ઓફ વિઝયુલાઈઝેશન , મેડીટેશન , મેનિફીસ્ટેશન .. "" અરે