ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા શું?

  • 192

જે ધ્યેય સુધી પહોંચાડે તે ધર્મ!કેટલાક લોકો માને છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને મંત્ર, જાપ અને ધાર્મિક ક્રિયાઓ કરવી તે ધર્મ છે. પરંતુ સાચા અર્થમાં શું તેને ધર્મ કહેવાય? ધાર્મિક ક્રિયાઓ કરીએ અને સાથે એકાગ્રતા થાય તેવા સાધનો સેવીએ, તેનાથી અંતઃકરણ એક જગ્યાએ સ્થિર થાય છે. પરંતુ એટલાથી આપણો મનુષ્ય તરીકેનો ધ્યેય સાકાર નથી થતો.વાસ્તવિકતામાં આપણા ધ્યેયને પહોંચવું તેનું નામ ધર્મ છે. ધર્મનું આચરણ કરવાનો હેતુ એટલો જ છે કે આપણે મનુષ્ય તરીકેના આપણા ધ્યેય તરફ પ્રગતિ સાધી શકીએ. મનુષ્યજીવનનો આપણો ધ્યેય શું હોવો જોઈએ? લોકો આખો દિવસ પૈસા કમાવા પાછળ, સુખના સાધનો મેળવવા પાછળ દોડધામ કરી મૂકે