મિસ કલાવતી - 4

  • 240
  • 64

રાજસ્થાનના 'તલવાણા' ગામનો એક 26 વર્ષનો યુવાન ધંધો અને રોજગારીની શોધમાં અહીં-તહી ફરતો હતો. સૌ પ્રથમ તે શિરોહી આવ્યો. અહીં કોઈ ધંધો સેટ કરવા માટે તેણે એક -બે વર્ષ કાઢ્યાં ,પરંતુ કોઈ ઠેકાણું ન પડ્યું ત્યાંથી કંટાળીને તે મંડાર આવ્યો .અહીં પણ એક- બે ધંધા ઉપર તેણે હાથ અજમાવી જોયો. તેમાં પણ ફાવટ ન આવવાથી તેણે ઓઇલ એન્જિન રીપેરીંગ કરવાનો ધંધો ચાલુ કર્યો. આ ધંધો સારો ચાલતો હતો. પરંતુ મહેનતના પ્રમાણમાં તેમાં કમાણી બહુ ઓછી થતી હતી. છતાં બે વર્ષ તેણે એ ધંધામાં ખેંચી કાઢ્યાં .આખરે કંટાળીને એ ધંધો પણ છોડી દઈને તે આબુરોડ આવ્યો.      એનામાં તરવરાટ હતો, બુદ્ધિ હતી,