20. વહેંચીને ખાઈએડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. બેસતા પોષ મહિનાની કડકડતી ઠંડી.સ્વામી અદ્યાત્મઆનંદ યોગ શિબિર ચલાવી રહ્યા છે. હું એ વખતે 23 વર્ષનો યુવાન. નોકરી નવી, નવું શીખવાની ધગશ પણ એવી. હું યોગની એ શિબિરમાં જોડાયેલો. એ વખતે યોગ મારે માટે નવી વસ્તુ હતી. મારી સાથે એ શિબિરમાં જોડાયેલા લગભગ બધા માટે.શિબિરનો સવારે સાડાપાંચનો સમય હતો. આવી કડકડતી ઠંડીમાં કોઈ સાડા સાત આઠ પહેલાં ગોદડાં માંથી ન ઊઠે એ અમે સહુ યોગ શીખવા એ શિબિરમાં સાડા પાંચે પહોંચી ગયેલા. સ્વામી. અધ્યાત્મ આનંદ યોગ આઈએસ ની તાલીમ લેતા યુવાન અધિકારીઓને શીખવી ચૂકેલા અને અમને કહેવાયેલું કે યોગાસનો શીખવા એમનાથી સારું કોઈ