હાસ્ય મંજન - 27 - ગોદડી ઓઢું ઓધુને ખસી જાય

ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય..!                               જથ્થાબંધ રોગોએ શરીરમાં, ભલે બિન અધિકૃત દબાણ કર્યું હોય, એ દબાણ સહન થાય પણ, ટાઢના ભાંગડા નૃત્ય સહન નહિ થાય. થથરાવી નાંખે યાર..! એવું ધ્રુજાવે કે, પંજામાંથી બે ચાર આંગળા છુટા પડી જવાના હોય એવું લાગે. ટાઈઢનું કામકાજ જ એવું.  ઘરની ભીંતે ભલે મોટી મોટી ડીગ્રીના સર્ટીફીકેટ ફાંસીએ ચઢ્યા હોય, પણ ટાઢ ભલા ભુપની  શરમ રાખતી નથી. ભણેલો હોય કે અભણ, જ્ઞાની હોય કે અબુધ, એને ડાકણ નહિ વળગે પણ ટાઈઢ તો વળગે જ..!  સ્વેટર શરીરનો પાલવ નહિ મૂકે..! મઝા તો ત્યારે આવે કે, મેજરમેન્ટ લઈને ગોદડી માપની ઓઢી હોય